નવી દિલ્હી : વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છેકે તેમણે સ્માર્ટફોન અને ઇન્કજેટ પ્રિન્ટરથી બનાવેલા લેન્સની મદદથી એવી ટેકનોલોજી બનાવી છે જે નળના પાણીમાં ખતરનાક ગણાતા લેડનું સ્તર જાણવા માટે સક્ષમ છે. આ સિસ્ટમમાં નેનો-કલરીમેટ્રી તેમજ સ્માર્ટફોન માઇક્રોસ્કોપ પ્લેટફોર્મમાં વપરાતી ડાર્ક ફિલ્ડ માઇક્રોસ્કોપી સિસ્ટમનો ઉપયોગ થાય છે. અમેરિકાના હ્યુસ્ટન વિશ્વવિદ્યાલયના અસોશિયેટ પ્રોફએસર યુયાન શિહે કહ્યું છે કે આ ટેકનોલોજી ઓછી કિંમતમાં પાણીમાં સીસાનું પ્રમાણ જાણી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો પાણીમાં સીસાની ઓછી માત્રા હોય તો પણ સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે. આના કારણે નાના બાળકોના ચેતાતંત્રને નુકસાન પહોંચે છે. આંકડાઓની વાત કરીએ તો પીવાના પાણીમાં સીસાનું સ્તર 0.15 પીપીએમ કરતા ઓછું હોવું જોઈએ. 


નિષ્ણાંતોનું માનવું છે કે પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી કિડનીને લગતી બીમારીઓ થતી નથી. પરંતુ વધારે પ્રમાણમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય માટે ગંભીર સાબિત થઇ શકે છે. કેટલીક વખત ડોક્ટર વધારે પ્રમાણમાં પાણી પીવા અંગે સલાહ આપે છે કે પાણી પીવાથી હૃદયના સ્નાયુઓ પર દબાણ પડે છે. તેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. વધારે પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાં ફ્લૂંડ્સનું સંતુલન ખરાબ થઇ જાય છે. તેનાથી શરીરમાં સોડિયમની ઉણપ થઇ શકે છે અને ઉલટી, થાક સહિતની સમસ્યાઓ થવા લાગે છે.


હેલ્થને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...